રાપરમાં માલિક પહોંચ્યા ત્યાં સુધી દુકાનમાં રહેલો ચોર અંતે પલાયન

રાપરમાં માલિક પહોંચ્યા ત્યાં સુધી દુકાનમાં રહેલો ચોર અંતે પલાયન
રાપર, તા. 28 : છથી આઠ સીસીટીવી કેમેરા જ્યાં લગાડેલા છે (ચાલુ છે કે, બંધ એ તો પોલીસ જાણે) તથા અવર-જવરથી રાત-દિવસ ધમધમતા  અત્રેના દેનાબેન્ક ચોકમાં વચ્ચો વચ્ચ આવેલી જલિયાણ આઇક્રીમ નામની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરીને ચોરોએ જાણે કે પોલીસને પડકાર ફેંક્યો હતો. બનાવની વિગત આપતા દુકાનના માલિક અજીત ઠક્કરે જણાવ્યું હતું કે, સવારે ચારેક વાગ્યે તેમના પુત્રને કોઇએ ફોન કરીને દુકાનના શટરના તાળાં ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. તેમનો પુત્ર કિશન કદાચ તાળું મારવાનું ભુલાઇ ગયું હશે તેમ સમજીને ત્યારે જ દુકાને આવ્યો હતો. તો દુકાનના શટરનું તાળું તૂટેલું હતું. શટર ઊંચું કરતાં જ અંદર ભરાઇને બેઠેલો ચોર માલ ભરેલા થેલા અને લોખંડની ટામી મૂકીને નાસી છૂટયો હતો. કાંઇ માલમત્તા ચોરાઇ ન હોવાથી વેપારીને ધરપત થઇ હતી. આ બાબતની જાણ પોલીસને કરી હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. હજુ તો શિયાળાની શરૂઆત જ થઇ છે અને ચોરોએ પોતાની કળા કરવાનું શરૂ કરી દીધું છે. જાણે કે પોલીસને `જાગતે રહો'ની ચેતવણી આપી હોય ! 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer