રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો સંક્રમણ અટકી શકે

રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો સંક્રમણ અટકી શકે
ભુજ, તા. 28 : અહીંની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ સતત ફરજ ઉપર કાર્યરત 500 ઉપરાંત નર્સિંગ સ્ટાફ, હાઉસ કીપિંગ, પેશન્ટ કેર અટેન્ડન્ટ તેમજ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને બુસ્ટર ઇમ્યુનિટી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ચ્યવનપ્રાશ, સુદર્શન ઘનવટી, મલ્ટિ વિટામિન તથા ઝીંક અને વિટામિન-સી ટેબ્લેટનો સમાવેશ થાય છે. અદાણી મેડિકલ કોલેજ ખાતે એક પ્રતિકાત્મક સમારંભમાં બુસ્ટર કિટનું વિતરણ કરતાં ભુજના આસિ. કલેક્ટર મનીષ ગુરવાણીએ કહ્યું કે, જો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો કોઈ પણ સંક્રમણ સામે લડવામાં મદદરૂપ બનશે. ઇમ્યુનિટી કુદરતી પ્રક્રિયા છે પરંતુ મેડિકલ વિજ્ઞાન અને આયુર્વેદ દ્વારા તેને મજબૂત પણ કરી શકાય છે. મેડિકલ કોલેજના ડાયરેક્ટર વી. એસ. ગઢવીનાં માર્ગદર્શન હેઠળ અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા કાર્યકમમાં મેડિકલ કોલેજના ડીન ડો. ગુરદાસ ખીલનાની અને સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે કહ્યું કે, ઇમ્યુનિટી એ કોરોના સામે લડવાનું સક્ષમ હથિયાર છે. અધિક મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હીરાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સમાંતર મુંદરા ખાતે અદાણી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહનાં માર્ગદર્શન હેઠળ બુસ્ટર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer