હસ્તકલાને બજાર સુધી પહોંચાડવા પ્રયાસ

હસ્તકલાને બજાર સુધી પહોંચાડવા પ્રયાસ
મુંદરા, તા. 28 : મુંદરા તાલુકાના નાના કપાયા ખાતે કચ્છ કલ્પતરુ પ્રોડયુસર કંપની તથા સહેલી મહિલા ગૃહઉદ્યોગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુકત પ્રયાસથી  પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને પશુપાલકો તથા ગૃહઉદ્યોગથી પોતાના ઘરે ઉત્પાદિત હસ્તકલાને બજાર સુધી પહોંચાડવાના હેતુથી એગ્રી મોલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોલમાં ખાસ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું ઝેરમુકત ઉત્પાદન ગ્રાહકો સુધી પહોંચે તથા બહેનો પોતાનાં ગ્રુપ બનાવી પોતાની સૂઝ અને કલાથી વિવિધ હસ્તકલાઓથી ગ્રાહકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે  શરૂ કરવામાં આવેલી છે. ઉદ્ઘાટન પ્રસંગે મુંદરાના નાયબ કલેક્ટર કે.જી. ચૌધરી, ડીઆરડીએના ડાયરેકટર એમ. જે. જોશી, અદાણીના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ?ખેડૂતોના ઉત્પાદનને સાચા ગ્રાહકો સુધી શુદ્ધ અને ઝેરમુકત ઉત્પાદનો પહોંચતાં કરી સ્વાસ્થ્યની જે ચિંતા કરવામાં આવી તે સરાહનીય છે. બહેનોને જે ઘરે બેઠા સ્વમાનભેર રોજગારી આપવામાં આને આત્મનિર્ભર બનાવવામાં ખાસ ઉપયોગી થશે. ખેડૂતોના ખેતરમાં કોઇપણ જાતના રાસાયણિક દવા કે ખાતર વિના ઉત્પાદિત થયેલ ઝેરમુકત વિવિધ અનાજ, કઠોળ, શાકભાજી, ગોળ, દૂધ,?છાસ, કાચી-ઘાણીનું તેલ, ફળો તથા માટીના વાસણો, ગૌમૂત્ર અને ગોબરમાંથી બનાવેલાં અડાયા છાણાં, કોડિયાં, વિવિધ? દવાઓ, માલિશ તેલ, ગોનાઇલ અને હસ્તકલાની વસ્તુઓ, પર્શ, બેગ, શાલ, કુશન કવર, નામદા આર્ટ, મડવર્ક, ચોકલેટ, સોફટ ટોયસ, માટી કામ, વોશિંગ પાવડર, હેન્ડ વોશ વગેરે વસ્તુઓ રાખવામાં આવી છે. ઝેરમુકત ખોરાક, દરેક હાથને કામ અને ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તેવા ઉમદા હેતુથી શરૂ થયેલા મોલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટે અદાણી ફાઉન્ડેશનના મોભીઓએ રસ દાખવીને દરેક સ્તરે ઉપયોગી થવાની તૈયારી બતાવી હતી. રક્ષિતભાઇ કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કંપનીના ડાયરેક્ટરોને શુભેચ્છા પાઠવીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કિસાન સંઘના પ્રમુખ નારણભાઇએ આ સાહસને બિરદાવ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના પંકિતબેન શાહે મહિલા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રકારના  માર્કેટીંગની ખાસ જરૂર છે એમ કહ્યું હતું. કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કંપનીના ડાયરેક્ટર વિરમભાઇ ગઢવી અને જીવરાજભાઇ ગઢવીએ  જણાવ્યું કે, ખેડૂતોને સીધું બજાર અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળશે.ડીઆરડીએ તરફથી તેજસ્વી સ્વ-સહાય જૂથને રૂપિયા 50,000 સુધીના 12500 સેનેટરી પેડ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યા હતા. કચ્છ કલ્પતરૂ?પ્રોડયુસર કંપનીના ડાયરેક્ટરો, ખેડૂતો, મહિલાઓ તથા અદાણી ફાઉન્ડેશનનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer