મુંબઇ ઇન્ડિયન્સની 5ાંચ વિકેટે જીત

અબુધાબી, તા. 28 : આઇપીએલની 48મી મેચમાં બુધવારે મુંબઇએ બેંગ્લોરને પાંચ વિકેટે પછડાટ આપી હતી.રોયલ ચેલેન્જર બેંગ્લોરે ટોસ હારીને  દાવમાં આવ્યા બાદ 20 ઓવરમાં 6 વિકેટે 164 રન કર્યા હતા, જેના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે જીત માટે જરૂરી રન પાંચ વિકેટના ભોગે કરી લીધા હતા. આ સાથે મુંબઇનો પ્લે ઓફ તબક્કામાં પ્રવેશ લગભગ નક્કી થઇ ગયો છે. 165 રનના જીતના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમના ઓપનરો ડિ'કોક (18) અને ઇશાન કિશને (25) મધ્યમ શરૂઆત કરી હતી. એ પછી સૂર્યકુમાર યાદવે અણનમ દાવ રમતાં માત્ર 43 દડામાં 79* રન કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. સૌરભ તિવારીએ 5, કે. પંડયાએ 17 અને હાર્દિક પંડયાએ 17 રન કરી સાથ આપ્યો હતો. આ અગાઉ, પ્રથમ વિકેટમાં યુવા દેવદત્ત પડીક્કલ (74) અને નવોદિત જોશ ફિલિપ (33) વચ્ચેની 47 દડામાં 71 રનની આક્રમક ભાગીદારી બાદ મિડલ ઓર્ડરના ધબડકાને લીધે આજની નિર્ણાયક મેચમાં મુંબઇ સામે બેંગ્લોરના 20 ઓવરના અંતે 6 વિકેટે 164 રનનો સ્કોર થયો હતો. મુંબઈ તરફથી બુમરાહે કાતિલ બોલિંગ કરીને 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. આરસીબીની શરૂઆત શાનદાર રહી હતી. પડીકકલ અને ફિલિપ વચ્ચે પહેલી વિકેટમાં 71 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પડીકકલે સૌથી વધુ 74 રન 4પ દડામાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાથી કર્યાં હતા. જયારે ફિલિપે 24 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 33 રન બનાવ્યા હતા. પહેલી વિકેટ ફિલિપના રૂપમાં પડયા બાદ સુકાની કોહલી (9), સ્ટાર ડિ'વિલિયર્સ (1પ), શિવમ દુબે (2) અને ક્રિસ મોરિસ (4) ઉપરાઉપરી આઉટ થતાં મુંબઇની મેચમાં વાપસી થઇ હતી. ગુરકિત 14 અને સુંદર 10 રને અણનમ રહ્યા હતા. આથી બેંગ્લોર અંતે 6 વિકેટે 164 રનના પડકારરૂપ સ્કોરે પહોંચ્યો હતો. આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમનું સ્થાન 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ફાઇનલ થઇ જશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer