આઇપીએલની સફળતાથી બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલી ભાવવિભોર

નવી દિલ્હી, તા. 28 : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આઇપીએલની વર્તમાન સિઝનમાં મળી રહેલ વર્ચ્યુઅલ દર્શકોની સંખ્યા અને રેટિંગથી ઘણા ખુશ છે. ગાંગુલીએ કહ્યંy હતું કે ટૂર્નામેન્ટના એક મહિના પહેલા આના પર વિચાર થઈ રહ્યો હતો કે આ બધું શક્ય બનશે અને બાયો બબલનું પરિણામ શું હશે, શું તે સફળ રહેશે. કોરોના મહામારીને લીધે બીસીસીઆઇએ આઇપીએલનું આયોજન યુએઈમાં કર્યું છે. ગાંગુલીએ જણાવ્યું કે આ સફળતા અવિશ્વસનીય છે. અમે એક મહિના પહેલા વિચાર્યું પણ ન હતું કે આઇપીએલનું આયોજન આટલી હદે સફળ રહેશે. અમને જે પ્રતિક્રિયાઓ મળી રહી છે તેથી હેરાન છીએ. આઇપીએલ દુનિયાની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer