કોરોનાના નવા 14 કેસ : 19 દર્દી સાજા થયા

ભુજ, તા. 28 : કચ્છમાં હવે અંકુશિત સ્થિતિમાં આવી ગયેલા કોરોનાના કેસમાં વધ-ઘટના જારી દોર વચ્ચે આજે જિલ્લામાં નવા 14 કેસ નોંધાતાં કુલ કેસનો આંકડો 2716 પર પહોંચ્યો છે. 19 દર્દીઓ આ રોગને મ્હાત આપી સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2356 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જારી કરેલી સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મંગળવારની તુલનાએ બે કેસના મામૂલી વધારા સાથે કોરોનાની કાચબા ગતિની ચાલ જારી રહી હતી. 10 કેસ શહેરી અને 4 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા હતા. શહેરી વિસ્તારમાં સૌથી વધુ 3 કેસ ગાંધીધામ તો જિલ્લા મથક ભુજ, અંજાર અને રાપરમાં 2-2 કેસ નોંધાયા હતા. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ઘટીને 243 થવા સાથે મૃતાંક વધુ એક દિવસ 70 પર અટકેલો રહ્યો હતો. જિલ્લાનો કોરોના રિકવરી રેટ 87 ટકાની નજીક પહોંચવા સાથે સક્રિય કેસોની ટકાવારી ઘટીને 8 ટકાએ પહોંચી છે. જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા 926 પર અટકી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer