રાપર તાલુકાના 30 રસ્તા વરસાદમાં બન્યા સાવ બિસમાર

રાપર, તા. 28 : તાલુકામાં આવેલા રાજ્ય સરકાર હસ્તકના વિવિધ માર્ગોનું ચોમાસામાં સત્યાનાશ નીકળી ગયું છે. 30થી વધુ માર્ગોની દુર્દશા હોવા છતાં હજુ સુધી કોઈ પણ જાતનું રિપેરિંગ નથી થયું. ગાગોદરથી સાંય, વરણું -આડેસર, રાપર-બાલાસર, રાપર-આડેસર, રાપર-ખારોઈ, ભચાઉ-પલાંસવા, કાનમેર સહિતના અનેક માર્ગો ચોમાસામાં તૂટી ગયા હતા. આ માર્ગો ભચાઉ?ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવે છે. જેમાં આડેસરથી ભચાઉ સુધીના ગામોના અંદાજ પ્રમાણે ત્રીસથી વધુ ગામોના માર્ગ છે જેને રિપેર કરાયા નથી. અમુક માર્ગ પર તો ડામર બન્યો હતો કે કેમ તે પણ સવાલ છે. ભચાઉ સ્થિત નાયબ કાર્યપાલકઈજનેરની કચેરીમાં રજૂઆત કરવામાં આવે છે તો માર્ગ થઈ જશે એમ કહીને ફોન કાપી નાખવામાં આવે છે. કીડિયાનગર- સાંય -ગાગોદરના માર્ગ પર એક પ્રસૂતા મહિલાની એમ્બ્યુલન્સને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી અને મહિલાને પીડા થતાં ભુજ દાખલ કરવામાં આવી હતી. આમ રાપર તાલુકાના માર્ગ રિપેરિંગ બાબતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકની કચેરીની આળસવૃત્તિથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer