ગુલાબી ઠંડીની ચમક યથાવત્ : નલિયા 17.9 ડિગ્રી

ભુજ તા. 28 : જિલ્લામાં ગુલાબી ઠંડીનો ચમકારો હવે પકડ જમાવી રહ્યો હોય તેમ જિલ્લાના ત્રણ મથકોમાં લઘુતમ પારો 20 ડિગ્રીએ પહોંચતાં મોડી સાંજથી લઇ જ્યાં સુધી તડકો ન નીકળ્યો ત્યાં સુધી ઠંડીની ચમક વર્તાયા બાદ બપોરના સમયે હુંફાળો માહોલ અનુભવાયો હતો. નલિયામાં 17.9 તો કંડલા એરપોર્ટમાં 18.6 અને કંડલા પોર્ટમાં 20.6 જ્યારે જિલ્લા મથક ભુજમાં 21 ડિગ્રી લઘુતમ સામે મહત્તમ પારો 33થી 35 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer