નખત્રાણા જીએમડીસી કોલેજને યુજીસી દ્વારા માન્યતા મળી

નખત્રાણા, તા. 28 : અહીંની જીએમડીસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, નખત્રાણાને યુજીસી દ્વારા 2 (એફ) 12 (બી)ની માન્યતા મળી ગઇ?છે. આ માન્યતા મળવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને અને આ કોલેજના પ્રોફેસરોને  જુદા જુદા કોર્સ પ્રોજેક્ટ પર કામ કરવા માટે યુજીસીની ગ્રાન્ટ પ્રાપ્ત થશે. સંશોધનાત્મક પ્રવૃત્તિઓ કરવા માટે આર્થિક ભારણ કેન્દ્ર સરકાર દ્વારા દૂર કરવામાં આવશે. આ વિસ્તારના ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનાર પ્રાધ્યાપકોને આ માન્યતા મળવાથી સંશોધન કરવાની નવી ક્ષિતિજો ખૂલી ગઇ છે. ગુજરાત સરકારે તાજેતરમાં જ નખત્રાણાની જીએમડીસી કોલેજને ગ્રાન્ટેડ કરવાની જાહેરાત કરી છે અને તેની પ્રક્રિયા પણ હાથ ધરી દીધી છે.2 (એફ), 12 (બી)ની માન્યતા મેળવવા માટે પ્રો. ડો. મોહનભાઇ પટેલે (પ્રિન્સિપાલ, આણંદ કોલેજ) ખૂબ જહેમત ઉઠાવી હતી. તેમના અનુભવનો ભરપૂર ઉપયોગ હમણાં આ કોલેજને મળી રહ્યો છે. તેમના માર્ગદર્શનથી આ કાર્ય થઇ શક્યું હોવાનું જણાવાયું છે. દિલ્હીથી આ વહીવટી પ્રક્રિયા થતી હોવાથી કચ્છ-મોરબી વિસ્તારના  સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ પોતાના વિસ્તારની કોલેજ હોવાથી આ કાર્યમાં મહત્ત્વનો સહયોગ આપ્યો છે. કચ્છની બહુ જ ઓછી કોલેજોને આ માન્યતા મળી છે. જે નખત્રાણાની કોલેજ માટે ગૌરવ છે. બંનેનો ટ્રસ્ટીઓએ આભાર માન્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer