કચ્છમાં હવે 2800 લોકો જ કવોરેન્ટાઇન

ભુજ, તા. 28 : જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થયા હોય તેમ ઉત્તરોત્તર નવા કેસ નોંધાવવાના પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાના કેસમાં ઘટાડાના દોર વચ્ચે હવે ચોક્કસ શેરી, વિસ્તારો કે મકાનને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યે હોવાના લીધે સરકારી ચોપડે કવોરેન્ટાઇન થતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.રાજ્ય કોરોનો ડેશ બોર્ડ પરથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર પખવાડિયા પૂર્વે જિલ્લામાં 4000 જેટલા લોકો કવોરેન્ટાઇન હેઠળ હતા. આ સંખ્યા ઘટીને હવે 2800 પર પહોંચી ગઇ છે. એટલે કે પખવાડિયાના સમયગાળામાં જ કવોરેન્ટાઇન હેઠળ રહેલા લોકોની સંખ્યામાં 1200નો ઘટાડો થયો છે. પેઝિટિવ કેસની સંખ્યામાં થઇ રહેલા ઘટાડા વચ્ચે હવે માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ અગાઉના બે માસની તુલનાએ મોટો ઘટાડો થયેલો દેખાઇ રહ્યો છે. કેસમાં ઘટાડાના દોર વચ્ચે આ આંકડો હજુ વધુ ઘટે તેવી શક્યતાને નકારી શકાતી નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer