ભુજમાં 30 જેટલા ઢોરમાલિક સામે પોલીસ ફરિયાદ દાખલ

ભુજ, તા. 28 : શહેરમાં વધતા જતા રખડતા ઢોરોને પકડવા સુધરાઇએ કમર કસી છે અને આવા ઢોરના માલિકો સામે કાયદાનું શત્ર પણ ઉગામ્યું છે.ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોની રજૂઆતોને ધ્યાને લઇ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રખડતા ગૌવંશને પકડવા આ કામગીરી અગાઉ ખાનગી કોન્ટ્રેક્ટથી આપવામાં આવી હતી, પરંતુ કામગીરી સફળ ન થતાં નગરપાલિકા દ્વારા કામદારો રોકી શહેરના જુદા જુદા વિસ્તારોમાથી ગૌવંશ પકડવાની કામગીરી હાથ ધરાઇ છે. રખડતા ઢોરોને પકડી ભુજ નગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં પૂરવામાં આવ્યા હતા અને આ ગૌવંશને છોડવવા આવનાર માલિકો પાસેથી ગાયદીઠ રૂા. 2500 જેટલો દંડ વસૂલ કરાય છે તેમજ 30 જેટલા ગૌવંશ માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરી 1,09,000 જેટલો દંડ વસૂલ કરી ગાય છોડાવવાની કાર્યવાહી કરાઇ રહી છે.બાકી રહેતા 450 જેટલા ગૌવંશોને નગરપાલિકા દ્વારા જુદી જુદી પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હોવાનું સુધરાઇની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer