કાઉન્સેલિંગ અને સારવારથી બાળકો બોલતા થઇ શકે

ભચાઉ, તા. 28 : સામાન્ય રીતે આજે દરેક મા-બાપને એક ઇચ્છા હોય છે કે પોતાનું બાળક સંપૂર્ણ માનસિક રીતે સ્વસ્થ હોય તથા જીવનના દરેક તબક્કામાં યોગ્ય વર્તન તથા અભ્યાસમાં આગળ વધે, પરંતુ ઘણી વખત ઘણી મનોવૈજ્ઞાનિક તકલીફ તથા બાળ મનોરોગો, ઓટિઝમ, બોલવામાં ખામી, ડિપ્રેશન, મેનિયા, ધૂનરોગ, પર્સનાલિટી ડિસઓર્ડર જેવી સ્થિતિને કારણે આ પ્રકારની તકલીફ ધરાવતું બાળક કે વ્યક્તિ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતું નથી. શાળાના અભ્યાસમાં ધ્યાન આપી શકતું નથી તથા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઇ?શકતો નથી. ભચાઉની ક્રિષ્ના બાળકોની હોસ્પિટલ ખાતે પ્રોજેક્ટ અંતર્ગત સાયકોલોજિકલ વેબિનાર તથા કાઉન્સેલિંગનું આયોજન રોટરી ક્લબ ભચાઉ તથા ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. ડો. ગૌરાંગ જોશી દ્વારા સેવા આપવામાં આવી હતી. ઉપરાંત ડિસ્લેકિશ્યા ધરાવતા બાળકોના માતા-પિતા માટે એક મનોવૈજ્ઞાનિક વેબિનારનું આયોજન પણ સાથે હાથ ધરાયું હતું. રોટરી ક્લબના પ્રમુખ વનરાજસિંહ જાડેજા તથા આસિસ્ટન્ટ ગવર્નર અતુલ પંડયા દ્વારા તથા ક્રિષ્ના બાળકોની હોસ્પિટલના સ્ટાફે સહયોગ આપ્યો હતો. રોટરી ક્લબ ઓફ ભચાઉ દ્વારા ઉપસ્થિત સાયકોલોજિસ્ટ ડોક્ટરનું સન્માન કરાયું હતું. આગામી સમયમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિક વર્કશોપ યોજી મોટા પ્રમાણમાં બાળકો તથા વિદ્યાર્થીઓને લાભ આપવા પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત માતા-પિતા પાસેથી પ્રતિભાવ લેતાં તેમણે આયોજનને બિરદાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer