મુરિંગ ટગના મામલે આજની ડીપીટી બોર્ડ બેઠકમાં થશે વિરોધ

ગાંધીધામ, તા. 28 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટનાં ટ્રસ્ટી મંડળની આવતીકાલે યોજાનારી બેઠકમાં બે મુરિંગ ટગકામદારો સમેત ભાડે લેવાને લગતા એજન્ડા ઉપર ભારે વિરોધ થાય તેવી શકયતા છે. એક તરફ, અનેક કામદારો પાસે કોઈ કામ નથી. ડીપીટીની ટગ-બોટો બંધ થઈ જવાથી તેના ઉપરના કામદારો નવરા છે, ત્યારે બીજી તરફ ખાનગી બોટો શ્રમિકો સહિત ભાડે લેવા બાબતે વિરોધ થવો સ્વાભાવિક છે. કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.) સાથે સંકળાયેલાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આવતીકાલની બોર્ડ બેઠકમાં સંગઠનનાં બોર્ડ ઉપરના પ્રતિનિધિઓ દ્વારા આ મામલે સખત વિરોધ કરાશે. મુરિંગ ટગ ભાડે લેવાના  મુદ્દા ઉપરાંત ડીપીટીની કથળી ગયેલી આરોગ્ય સેવા, કર્મચારીઓને  આરોગ્ય વિભાગ દ્વારા કરાતી કનડગત વગેરે પ્રશ્ને યુનિયન આકરાં પાણીએ થાય તેવી શકયતા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer