અંજારમાં ઈદે નિમિત્તે જુલૂસ કાર્યક્રમ રદ્દ

અંજાર, તા. 28: શહેરમાં ઈદે મિલાદ નિમિત્તે તા. 31/ 10ના નીકળનારું જુલૂસ સરઘસ આ વર્ષે નહીં નીકળે. કોરોના મહામારીને કારણે ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરેક મુસ્લિમ બિરાદરોએ પોતાનાં ઘરે,  શેરી-મહોલ્લામાં સાદગીથી તથા પૂર્ણ રીતે કાયદાનું પાલન કરી કરવી. અંજાર ઈદે મિલાદુન્નબી સમિતિની બેઠકમાં સર્વસહમતીથી આ નિર્ણય લેવાયો છે તેવું જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના પ્રમુખ ગુલામશા શેખે એક યાદીમાં જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer