ભુજમાં નિર્માણાધીન સુપર સ્પેશિયલ હોસ્પિટલને 10 લાખનું દાન જાહેર

ભુજમાં નિર્માણાધીન સુપર સ્પેશિયલ હોસ્પિટલને 10 લાખનું દાન જાહેર
ભુજ, તા. 17 : શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ સંચાલિત-ભુજ એમ.એમ.પી.જે. (લેવા પટેલ) હોસ્પિટલને સ્ટ્રેચર ટ્રોલી પેટે રૂા. 50,000/- (પચાસ હજાર પુરા)નું અનુદાન શ્રી સ્વામિનારાયણ સર્વ જીવ હિતાવહ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી દેવજીભાઈ કાનજી વોરા તથા શાત્રી સ્વામી પુરૂષોત્તમપ્રસાદદાસજીની પ્રેરણાથી અ.નિ. કાંતાબેન દેવજી વોરાની સ્મૃતિમાં હસ્તે દેવજીભાઈ કાનજી વોરા (માધાપર) તરફથી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ માટે રૂા. 10,00,000/- (દશ લાખ પૂરા)નું અનુદાન સેવા સહયોગ ખંડ માટે જાહેર કરેલું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer