અબડાસા ચૂંટણી માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ નિમાયા

ભુજ, તા. 17 : અબડાસા વિધાનસભા બેઠક પેટાચૂંટણી યોજાનરી છે. આ ચૂંટણીના અનુસંધાને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે ચૂંટણી માટે નીમવામાં આવેલા મેજિસ્ટ્રેરીયલ પાવર્સ ન ધરાવતા ઝોનલ ઓફિસર, રિઝર્વ ઝોનલ ઓફિસર, વિવિધ કામગીરી માટે નિયુક્ત નોડલ ઓફિસર, ફલાઈંગ સ્કવોડ તથા સ્ટેટિક સર્વેલન્સ ટીમના વડાઓને તેઓને જે વિસ્તાર માટે નિમણૂક કરવામાં આવી હોય તે વિસ્તારમાં કલમ-44 માટે Arrest by Magistrate, કલમ-103- to direct search in his presance,  કલમ-104,power to inpound any documents and thing, કલમ-129, dispersal of assembly by use of civil forceઅને કલમ 140-to issue temporary orders in gujarat cases of nuisance of apprehended danger  તા. 1ર/11/2020 સુધીના આ અધિનિયમની કલમ-ર1 મુજબ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો અપાયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer