રાપરમાં ક્રિકેટના સટ્ટા ઉપર સ્થાનિક પોલીસે પાડયો છાપો

ગાંધીધામ, તા. 17 : રાપરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ ઉપર સટ્ટો રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા, જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે રોકડ  રકમ મોબાઈલ ફોન સહિત રૂા. 1.40 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે રાપર પોલીસે  અયોધ્યાપુરીના મુખ્યમાર્ગ ઉપર આવેલી ઓફિસમાં દરોડો પાડયો હતો. પોલીસે આરોપીઓ શક્તિસિંહ મંગુભા વાઘેલા, ઝાલા ભાવસિંહ વજુભાઈ, દિલીપ વીરભણભાઈ જોષી, પ્રતાપસિંહ જયેન્દ્રસિંહ વાઘેલા,  અને ગણપત નાનજીભાઈ ડાભાણીને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે નીખિલ ગોસ્વામી  ફરાર થઈ ગયો હતો. આરોપી શક્તિસિંહ વાઘેલાએ પોતાના મોબાઈલ ફોનમાં સિલ્વર ક્રિકેટ નામની આઈ.ડી. આરોપી નીખિલ ગોસ્વામી પાસેથી મેળવી હતી. તેના ઉપર અલગ અલગ  ગ્રાહકોને ક્રેડિટ આપી હતી અને કે.કે.આર. તથા મુંબઈ ઈન્ડિયન વચ્ચે રમાતી મેચ ઉપર પૈસાનો હારજીતનો સટ્ટો રમાડતો હતો. પોલીસે   આરોપીના કબ્જામાંથી રૂા. 70 હજારની કિંમતના  6 નંગ મોબાઈલ ફોન, રૂા. 34,750, મેચ જોવા માટે ઉપયોગમાં લીધેલું રૂા. 25 હજારની કિંમતના ટી.વી. સહિતનો મુદામાલ કબ્જે કર્યો  હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ  ગાંધીધામમાં પોલીસે આઈપીએલની મેચનો મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડયો હતો.  બાદમાં પૂર્વ કચ્છમાં રાપર ખાતે બીજો દરોડો પોલીસે પાડયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer