ગળપાદરમાં આર. આર. સેલ દ્વારા મોંઘેરો દારૂ ઝડપાયો

ગાંધીધામ, તા. 17: તાલુકાના ગળપાદર ખાતે રેન્જ કચેરીની ટુકડી દ્વારા દારૂનો ગુણવત્તાસભર દરોડો પાડી એક શખ્સને ઝડપી પડાયો હતો. આ કાર્યવાહી દરમ્યાન મોંઘો શરાબ કબ્જે થયો હતો.  રેન્જ સ્તરેથી પાડવામાં આવેલા દરોડા  બાદ એ. ડિવિઝન પોલીસે પણ શરાબની બોટલો સાથે એક શખ્સને પાંજરે પૂર્યો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે સરહદી રેન્જ વિભાગના રેપિડ રિસ્પોન્સ સેલ દ્વારા  ગળપાદરમાં આજે બપોરના અરસામાં કાર્યવાહી કરાઈ હતે. આ કાર્યવાહી દરમ્યાન આરોપી સિદ્ધરાજસિંહ ઝાલાના કબ્જામાંથી સ્કોચ સહિતની મોંધી શરાબની 25 નંગ બોટલો કબ્જે કરાઈ હતી. ઝડપાયેલા શરાબની કિંમત રૂા.36,300 આંકવામાં આવી છે. આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. આર.આર.સેલ દ્વારા કાર્યવાહી કરાયા બાદ સ્થાનિક એ. ડિવિઝન પોલીસે પણ દરોડો પાડયો હતો. પૂર્વ બાતમીના આધારે શક્તિનગર વિસ્તારમાં બપોરના અરસામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી લક્ષ્મણ દેવા પરમારના કબ્જામાંથી રૂા. 6,760ની કિંમતની શરાબની 13 બોટલો કબ્જે કરાઈ હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer