માંડવીના મહાવ્યથા સાથેના જીવલેણ હુમલાના કેસમાં આરોપી જામીનમુકત

ભુજ, તા. 17 : માંડવી શહેરમાં મોચી તળાવ વિસ્તારમાં મુરઘીવાળા ફાર્મ પ્લોટ ખાતે ગત મહિનામાં બનેલા ઇલીયાસ પલેજા   ઉપરના હત્યાના પ્રયાસ અને મહાવ્યથા સહિતના હુમલાના કેસમાં આરોપીઓ પૈકીના રફિક ઉર્ફે  ટેઇલર અબ્દુલ્લા પલેજાને નિયમિત જામીન આપતો આદેશ જિલ્લા અદાલત દ્વારા કરાયો હતો. અત્રેના પ્રિન્સિપાલ સેશન્સ જજ આઇ.ડી. પટેલ સમક્ષ આ નિયમિત જામીન અરજીની સુનાવણી થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળવા સાથે આધાર-પુરાવા તપાસી જામીન પ્રદાન કરતો આદેશ કર્યો હતો.આ કેસમાં આરોપી પક્ષે વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય અને જિગરદાન એમ. ગઢવી રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer