કચ્છમાં શિક્ષકોની ઘટનો કાયમી ઉકેલ લાવવા અલાયદું આયોજન ઘડો

કચ્છમાં શિક્ષકોની ઘટનો કાયમી ઉકેલ લાવવા અલાયદું આયોજન ઘડો
ભુજ, તા. 16 : કચ્છમાં 1900થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે, ત્યારે શિક્ષકની ઘટના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા પ્રવાસી શિક્ષક જેવી અલાયદી યોજના ઘડવાની રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને કરાઈ છે.પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ રજૂઆત અંતર્ગત જિલ્લાના સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને માન્ય કોર્સની તાલીમ આપી ત્રણ વર્ષની અવધિ માટે તેમને હંગામી શિક્ષક તરીકે નિયુક્ત કરવાનું સૂચન કર્યું હતું. આવું કરવામાં આવશે તો ગ્રામ્ય વિસ્તારના છાત્રોને યોગ્ય ઢબનું શિક્ષણ મળે તેમ છે. શ્રી છેડાએ કહ્યું કે તેઓ ધારાસભ્ય હતા ત્યારે માંડવી-મુંદરા વિસ્તારમાં 100થી વધુ શિક્ષિત બેરોજગાર યુવાનોને આ રીતે વિદ્યાસાથી તરીકે નિમણૂક આપી હતી. સરકારે પ્રવાસી શિક્ષકની યોજના પણ બંધ કરી નાખી હોવાથી આ વિકલ્પ હાલ તુરંત તો કોઈ કામ આવી શકે તેમ ન હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer