મુંદરાના બંદર રોડ પર ગઢ તોડી દરવાજો નખાયો હતો તે દૂર કરાયો

મુંદરાના બંદર રોડ પર ગઢ તોડી દરવાજો નખાયો હતો તે દૂર કરાયો
મુંદરા, તા. 16 : મુંદરા-બારોઇ સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ કડકહાથે કામ લેવાનું શરૂ?કર્યું છે. આજે બસ સ્ટેશન પાસેથી પસાર થતા બંદર રોડ ઉપર વગર મંજૂરીએ ગઢ તોડીને તેમાં ગેરકાયદેસર દરવાજો નાખવામાં આવ્યો હતો જેની ફરિયાદ થતાં દરવાજો તોડી ગઢની સ્થિતિને પૂર્વવત કરવાની કામગીરી કરતાં સોપો પડી ગયો હતો. નગરપાલિકાના કર્મચારી હિતેશભાઇ ભટ્ટ, બાબુભાઇ જત અને આગેવાન અજિતસિંહ જાડેજા તથા અન્ય કર્મચારીઓ સ્થળ ઉપર જઇને લગાવેલો દરવાજો ઉખેડી નાખ્યો હતો. દરવાજો નાખનાર વ્યક્તિને નોટિસ પાઠવી ખર્ચ વસૂલવાની કાર્યવાહી કરી હતી. શ્રી ઝાલાએ જણાવ્યું કે, વગર મંજૂરીએ અને ગેરકાયદેસર બાંધકામ કરનાર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. બીજીતરફ મુંદરા ગ્રામ પંચાયતના કર્મચારીઓને બારોઇ ગ્રા.પં.માં બેસવાની સૂચના આપવામાં આવી છે. નગરપાલિકાના નવા બિલ્ડિંગની તજવીજ હાથ?ઉપર લેવામાં આવી છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer