રાયધણપરની મહિલા દૂધ ડેરીને બી.કે.ટી. કંપનીએ દૂધ કેન અને ફર્નિચર અર્પણ કર્યા

રાયધણપરની મહિલા દૂધ ડેરીને બી.કે.ટી. કંપનીએ દૂધ કેન અને ફર્નિચર અર્પણ કર્યા
ભુજ, તા. 16 : સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ હંમેશાં ખડેપગે રહી છે અને રહેશે તેવી લાગણી સાથે ભુજ તાલુકાના રાયધણપર ખાતે મહિલા દૂધ ડેરીને રૂા. 4.32 લાખના અનુદાન સાથે દૂધ કેન અને ઓફિસ ફર્નિચર અર્પણ કરવામાં આવ્યા હતા. બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝના લાયઝન હેડ અને નિવૃત્ત ડીવાયએસપી શ્રી પી. આર. પંડયાએ આ કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી વકતવ્ય આપતાં જણાવ્યું કે, બી.કે.ટી. કંપની વિશ્વના 130 દેશોમાં પોતાનો વેપાર ધરાવે છે. આમ છતાં સામાજિક સેવામાં હંમેશાં ગ્રામ્ય સ્તરના લોકો માટે પ્રાધાન્ય આપે છે. ખાસ કરીને સરકારની ગાઇડલાઇન મુજબ મહિલા સશકિતકરણ માટે વિશેષ અગ્રતાક્રમ અપાય છે. શ્રી પંડયાએ  બી.કે.ટી. કંપની દ્વારા કચ્છમાં આરોગ્યક્ષેત્રે અપાતી સેવાની પણ આછેરી ઝલક આપી હતી. નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર અને કંપનીમાં સી.એસ.આર. પ્રોજેક્ટમાં કાર્યરત ડી. ડી. રાણાએ  પણ આ પ્રસંગે  પ્રાસંગિક વકતવ્ય આપતાં જણાવ્યું કે, ગ્રામ્ય કક્ષાએ આર્થિક અને સામાજિક માળખું વિકસિત બને તો દરેક ક્ષેત્રમાં વિકાસ દેખાય અને આ માટે ગ્રામ્યસ્તરે મહેનત, સંપ, સંગઠન હોવા જરૂરી છે તેમ જણાવી શ્રી રાણાએ ગામલોકોને સંપ અને સુમેળથી આગળ વધવા હાકલ કરી હતી. કંપનીના અલ્કેશભાઇ ભટ્ટે કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ પૂર્વે રાયધણપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નૂતનબેન ભરત કાતરિયા, મહિલા સભ્ય ગોમતીબેન સુથાર, દૂધ મંડળીના  પ્રયોજક શાંતાબેન રમેશ?આહીરની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. પંચાયત અગ્રણી ભરતભાઇ કાતરિયાએ પંચાયત વતીથી બી.કે.ટી. કંપની પ્રત્યે આભાર વ્યકત કરી કંપનીની સામાજિક સેવાઓને  બિરદાવી હતી. માજી સરપંચ રસિકભાઇ કોઠારી, અગ્રણીઓ કરશનભાઇ કાનગડ, ખેતાભાઇ રબારી, ભરતભાઇ જેપાર, હરિભાઇ બરાડિયા, શંભુદાનભાઇ ગઢવી, રવિદાનભાઇ?ગઢવી, મહેશભાઇ?ગઢવી, શંભુભાઇ કાનગડ, માદાભાઇ બરાડિયા, કાનજીભાઇ?ચાવડા, કિશોરગર ગોસ્વામી, સુનિલગર ગોસ્વામી, મનોજ વાલજી કોઠારી, મોહનભાઇ બરાડિયા, શામજીભાઇ બરાડિયા, રસિકભાઇ બરાડિયા વગેરેના હસ્તે અધિકારીગણનું સન્માન બહુમાન  કરવામાં આવ્યું હતું. કચ્છના કુરિયન એવા વલમજીભાઇ હુંબલે અમૂલના વાઇસ ચેરમેન તરીકે આ પ્રસંગે શુભેચ્છા આપી કંપની માટે આભારપત્ર મોકલાવી આ સામજિક સેવાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમની વ્યવસ્થા સંચાલન રમેશભાઇ આહીરે સંભાળી હતી. સૌ ગ્રામજનોએ બી.કે.ટી.ની આ સેવા પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer