ભુજમાં વ્યાજવાળાની ઉઘરાણી થકી ત્રસ્ત ઇસમે ફિનાઇલ પી લેતાં સારવાર તળે

ભુજમાં વ્યાજવાળાની ઉઘરાણી થકી ત્રસ્ત ઇસમે ફિનાઇલ પી લેતાં સારવાર તળે
ભુજ, તા. 16 : વ્યાજે રૂપિયા આપનારા લોકોની ઉઘરાણી થકી ત્રસ્ત બનેલા અત્રેના સેજવાળા માતામ વિસ્તારમાં આશાપુરા રીંગરોડ ઉપર રહેતા સોયબ કાસમ રાયમા (ઉ.વ. 44)એ ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગઇકાલે સાંજે પોતાના ઘરમાં ફિનાઇલ પી લેનારા સોયબને તેના ભાઇએ હોસ્પિટલ પહોંચાડયો હતો. તેમણે પોલીસ સમક્ષ લખાવેલી વિગતો મુજબ વ્યાજે પૈસા આપનારાની ઉઘરાણી અને માગણી થકી તણાવમાં આવીને ભોગ બનનારે આ પગલું ભર્યું હતું. એ. ડિવિઝન પોલીસે મામલાની આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ પોલીસદળે ગેરકાયદે વ્યાજવટા અને તેને સંલગ્ન પ્રવૃત્તિ બાબતે રેન્જ કચેરી સ્તરેથી ચારેય પોલીસ જિલ્લા માટે ખાસ આયોજન ઘડી કઢાયું છે. જેનું મોનિટરીંગ જે તે જિલ્લામાં એલ.સી.બી.ને અપાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer