ભુજમાં 13 સહિત જિલ્લામાં કોરોનાના વધુ 23 કેસ

ભુજ, તા. 16 : કચ્છમાં ગુરુવારની તુલનાએ કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. જિલ્લામાં નોંધાયેલા 23 કેસમાંથી સર્વાધિક 13 કેસ ભુજ શહેર અને તાલુકામાં નોંધાયા હતા. ભુજના 13 કેસમાં 8 શહેરી અને પ ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. ગઈકાલે જ્યાં એકાએક કેસનો રાફડો ફાટયો હતો એવા અબડાસામાં આજે માત્ર એક જ કેસ નોંધાયો હતો. જિલ્લામાં 1પ કેસ શહેરી તો આઠ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવવા સાથે કુલ કેસનો આંક 2514 પર પહોંચ્યો છે. 24 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતાં સાજા થયેલા દર્દીનો આંક 2091 પર પહોંચી ગયો હતો. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ 304 છે. તો મૃત્યુ આંક 70 પર અટકેલો રહ્યો છે. જિલ્લાના દસ પૈકી ચાર તાલુકામાં કોરોનાની હાજરી જોવા ન મળતાં પ્રશાસનને મોટી રાહત થઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer