આજે વિરાટસેનાનું લક્ષ્ય વિજય પથ પર વાપસી

નવી દિલ્હી, તા. 16 : દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર આવતીકાલે શનિવારની સાંજે 7.30 વાગ્યે ખેલાનારા મુકાબલામાં  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિજયપથ પર વાપસીનો પ્રયાસ કરશે તો છેક સાતમાં સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સને આ જંગ જીતવો પડશે.પોઇન્ટ ટેબલ પર ત્રીજું સ્થાન ધરાવતી બેંગ્લોરનું પલડું ભારી રહેશે. વિરાટ કોહલીનાં નેતૃત્વ તળે તમામ ખેલાડી સારું રમી રહ્યા?છે. ડિવિલિયર્સ પણ ફોર્મમાં છે. રોયલ્સ સામે જીત સાથે પ્લે ઓફમાં પહોંચવાનો માર્ગ વધુ આસાન બની જાય, તેવાં લક્ષ્ય સાથે વિરાટસેના મેદાન પર ઉતરશે. બીજી તરફ રાજસ્થાન તેના બેટધરો બળૂકી બેટિંગ કરે તેવું ઇચ્છશે કેમકે, યુવા ખેલાડીઓ રિયાન પરાગ અને રાહુલે તેવટિયા પર વધુ જવાબદારી ન આવે. ટોસ જીતીને મેદાન પર ઉતરનાર ટીમને જીતવા માટે 150થી ઉપરનો સ્કોર કરવો પડશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer