અબડાસાના ભાજપના ઉમેદવાર કરોડપતિ

ભુજ, તા. 16 : અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 13 તારીખે પોતાનું ફોર્મ ભર્યા બાદ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ આજે સોગંદનામું સુપરત કર્યું હતું. તેમણે 17 પાનાની એફિડેવિટમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે પોતાના કે પત્નીના નામે કાર છે, પરંતુ 50 તોલા સોનું ઉપરાંત રોકડ અને એકાદ કરોડની આસપાસ ખેતીની જમીનો હોવાનો એકરાર કર્યો છે. શ્રી જાડેજા જ્યારે 2017માં અબડાસામાં કોંગ્રેસ વતીથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે પણ પત્નીના નામે 50 તોલા સોનું હોવાનું જણાવ્યું હતું. આ વખતે પણ તેમાં કોઇ વધારો થયો નથી. આ 50 તોલા સોનાની કિંમત રૂા. 20 લાખ દર્શાવી છે. પોતે ચાર ધોરણ પાસ છે અને અગાઉ તેમની પાસે બે ટ્રક હતી જે આ વખતે ઉલ્લેખ નથી. ટ્રેક્ટર, બોલેરો જીપ ઉપરાંત પોતાની પાસે રૂા. 10 લાખ હાથ ઉપર રોકડા પણ છે. નખત્રાણા તાલુકાના મોટી અરલ ગામે ખેતીવાડીની પોતે તથા પત્નીના નામે 42 એકર જમીન, મોટા ધાવડા, મોટી વિરાણીમાં પણ ખેતીલાયક જમીન, પ્લોટ, ઘર વગેરે છે.આવી મિલકતની કિંમત લગભગ રૂા. 60 લાખથી વધારે. ખેતીલાયક સાધન, વાહનો મળીને રૂા. 30 લાખ હોવાનું કબૂલ્યું છે. આમ પોતે કરોડપતિ છે. આ બધી જ રોકડ, મિલકત વગેરે મળીને હિસાબમાં દર્શાવ્યું છે. ઉમેદવાર તરીકે પોતાના ઉપર થયેલા અગાઉના પોલીસ કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer