અબડાસામાં ઉમેદવારોનો આંક 32 પર પહોંચ્યો

નલિયા, તા. 16 : અબડાસા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે આજે નામાંકનપત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો અને 14 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હતા. આજે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ધસારો થયો હતો. આવતીકાલે નામાંકનપત્રોની ચકાસણી થશે જ્યારે સોમવારે નામાંકનપત્ર પરત ખેંચવાની તારીખ પછી અબડાસાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. હાલ તો ઉમેદવારોની સંખ્યા જોતાં ચૂંટણી ચિત્ર ગૂંચવાયેલું છે. આજે ઉપેદવારીપત્ર ભરનારાઓમાં અબ્દુલકાદર હાજી અહેમદ તુર્ક (અપક્ષ), ભગવતીબેન ખેતસિંહભાઈ બ્રહ્મક્ષત્રિય (અપક્ષ), અબ્દુલરહીમ અબ્દુલ્લા મંધરા (અપક્ષ), નુરલ જુમા જત (અપક્ષ), હનીફ જાકબ પઢિયાર (સમાજવાદી પાર્ટી), આરતી ઇશ્વરગિરિ ગોસ્વામી (અપક્ષ), રામજી આશાભાઇ મહેશ્વરી (અપક્ષ), રમજાન લાણા કેર (અપક્ષ), અમૃતલાલ લાધાભાઇ પટેલ (અપક્ષ), ભીમજીભાઇ ભીખાભાઇ મેઘવાર (બહુજન મહા પાર્ટી), હિંમત હીરજી ઠક્કર (અપક્ષ), બ્રિઝેશ આધમભાઇ (બહુજન મુક્તિ પાર્ટી), હનીફ જાકબ પઢિયાર (અપક્ષ)નો સમાવેશ થાય છે. એકંદરે 32 નામાંકનપત્રો ભરાયા છે. કેટલાક ઉમેદવારોએ 3 કે 4 ઉમેદવારીપત્રો ભર્યા છે. નામાંકનપત્રોની સંખ્યા જોતાં અબડાસાની પેટાચૂંટણી રસપ્રદ બની રહેવાનું જણાઇ રહ્યું છે. અલબત્ત ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ 19 પછી ચિત્ર સ્પષ્ટ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer