મુંદરા બંદરે પવનની ઝડપ વધતાં વહાણો અટકાવાયાં

મુંદરા, તા. 16 : બદલાયેલા વાતાવરણે પવનની ઝડપ તેજ કરી નાખી છે અને હવાના બદલાયેલા મિજાજના કારણે સફરે નીકળવા માગતા વહાણોને બંદર પ્રશાસને રૂકજાવનો આદેશ આપ્યો છે. મુંદરા નગર અને આસપાસના વિસ્તારોમાં ઝરમર છાંટા પડયા હતા, તો પવન તેજ ફુંકાવાનું શરૂ?થયું છે. દરમ્યાન, બંદર ઉપર પણ ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મુંદરા માછીમાર આગેવાન હાજી જાનમામદ ભટીએ જણાવ્યું કે, મુંદરા અને આસપાસના દરિયામાં તેજ પવન ફુંકાય છે પણ ખાસ ચિંતા કરવા જેવું નથી. તેમણે મહત્ત્વની વાત કરતાં જણાવ્યું કે, મુંદરાથી ચાર માઇલ દૂર એન્કર પોઇન્ટ ઉપર 5થી 6 જ્યારે ક્રીક પરિસરમાં 12થી 15 જેટલા વહાણ લાંગરેલા છે. જે વહાણો તા. 20 પછી વાતાવરણ સુધરશે તો રવાના થશે. પરિસ્થિતિને પારખી જઇને માછીમારો પણ?કિનારે ફિશિંગ કરે છે, ખુલ્લા દરિયામાં જવાનું ટાળે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer