કોરોના જાગૃતિ સાથે સારવાર આપવા ભચાઉ પંથકમાં ધન્વંતરિ આરોગ્ય રથ

ભુજ, તા. 16 : ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. કે. અંજારીઆના માર્ગદર્શન અંતર્ગત એક ધન્વંતરિ આરોગ્ય રથ ભચાઉ તેમજ બે રથ ગ્રામીણ વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે. જેઓ કોરોનાથી બચવા માટે જનજાગૃતિ કરી રોગપ્રતિકારક આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરી રહ્યા છે. સાથે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યકિતઓનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરી દવા અપાય છે. ટેમ્પરેચર, ઓક્સિજન માપી જરૂરી સારવાર આપી તેમજ ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, સગર્ભા બહેનો તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોને તપાસી માર્ગદર્શન અપાય છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું અને વારંવાર હાથ ધોવા અંગે રાખવાની સાવચેતી અંગે પત્રિકા વિતરિત કરી માર્ગદર્શન પણ અપાય છે. આ રથમાં  અર્બન ભચાઉમાં ધન્વંતરિ આરોગ્ય રથના મેડિકલ ઓફિસર ડો. ખુશ્બૂ પલાત, હેલ્થ વર્કર રાજેશ આહીરને ગ્રામીણ વિસ્તારમાં આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસરો, આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.  તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં આવતા રથને સહયોગ આપી શંકાસ્પદ લક્ષણો તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા ડો. આર. કે. અંજારિયા તાલુકા હેલ્થ ઓફિસર ભચાઉ કચ્છ દ્વારા અપીલ કરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer