ગેસ નોંધણી બાદ સિલિન્ડર મેળવવા કોડ આપવાની પદ્ધતિ ભારે મુશ્કેલી ઊભી કરશે

ગાંધીધામ, તા.16: એલ.પી.જી.ગેસ સિલિન્ડર બુક કરવા માટે ફરજિયાત ઓનલાઈન પ્રથા લાગુ ન કરવા ગાંધીધામના ધારાશાત્રીએ સંબંધિતો સમક્ષ રજૂઆત કરી હતી. ધારાશાત્રી  એન. જે. તોલાણીએ ભારત સરકારના પેટ્રોલિયમમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી  તથા આઈ.ઓ.સી.ના રિજિયોનલ મેનેજરને લેખિત રજૂઆત  કરતા પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં ભારત સરકારની ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ રિફીલ  અને ગેસ નોંધાવવા માટે નોંધાયેલા મોબાઈલ નંબર ઉપરથી બુક કરવા અને મોબાઈલ પર આવેલા એસ.એમ.એસ.  ડી.એ.સી. અને ઓટીપી  કોડ ડિલિવરી બોયને  આપવા નવું હુકમનામું બહાર પડાયું છે. હાલની સ્થિતિમાં રિફીલનાં બુકિંગ  માટે ઓનલાઈન અને આઈ.ઓ.સી.ની કંપનીના ડિલરને રૂબરૂ અથવા ફોન દ્વારા  બુકિંગ  વ્યવસ્થા છે, પંરતુ નવી  પ્રથાના કારણે આઈ.ઓ.સી.ના ઉપભોકતા અને ગ્રાહકોને ઘણી બધી તકલીફ સહન કરવી પડશે અને અસમંજસતા ઊભી થશે. આ પદ્ધતિમાં જરૂરિયાતના સમયે  ગેસ બાટલો મેળવી શકાશે નહીં.ગેસનો  બાટલો  અતિઆવશ્યક વસ્તુ છે. તેના રિફીલિંગ માટે ઓનલાઈન, ડિલરની સામે,ફોન ઉપર બુકિંગ પદ્ધતિ બને તે જરૂરી છે. ગેસ બાટલા  નોંધણી માટે  રજિસ્ટર્ડ મોબાઈલ ખરાબ થવો, એસ.એમ.એસ. આવવામાં  વિલંબ,  ગ્રાહક  મકાનમાં ઉપલબ્ધ ન હોવા સહિતનાં કારણો  તેમણે આ  પત્રમાં રજૂ કર્યાં  છે. સમગ્ર મામલે યોગ્ય કરવા શ્રી તોલાણીએ અનુરોધ  કર્યે હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer