નવરાત્રિ નિમિત્તે આકાશવાણી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન

ભુજ, તા. 16 : નવરાત્રિ પર્વને અનુલક્ષીને આકાશવાણી ભુજ તરફથી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સવારે 9 વાગ્યે નમો દેવી મહાવિદ્યે - દશમહાવિદ્યાનું મહાત્મ્ય નવલશંકર શાત્રી રજૂ કરશે. આવ્યા માના નોરતા અંતર્ગત બેઠા ગરબાનો સ્પર્ધાત્મક કાર્યક્રમ રજૂ થશે જેનું સંચાલન લત્તા ઠક્કર અને જિજ્ઞા મહેતા કરશે. મને કેમ વિસરે રે અંતર્ગત પારંપરિક ગરબી વિશે કુ. જ્યોતિ ભટ્ટ અને કલ્પના મહેતા દ્વારા કાર્યક્રમ રજૂ થશે. 18ના પૂર્વ ઉદઘોષક રમેશ જાની અને  પુષ્પા અંતાણી કિલ્લોલ કાર્યક્રમના વિતેલા સમયને યાદ કરશે. પ્રસ્તુતિ ડો. ઉમર સમાની રહેશે. 21 તારીખે કચ્છના દેશી નાટકોની પરંપરા વિશે સી.ડી. કરમશિયાણી કાર્યક્રમ પ્રસ્તુત કરશે. 22 તારીખે કચ્છ અને બૃહદ કચ્છમાં યોજાતી અર્વાચીન ગરબીઓ વિશેનો વિશેષ કાર્યક્રમ રેશ્મા ઝવેરી દ્વારા પ્રસ્તુત થશે. 24 તારીખે ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ દ્વારા પારંપરિક નવરાત્રિ વિશે નિમિષા શાહ દ્વારા કાર્યક્રમ પ્રસ્તુત થશે. સમગ્ર  નવરાત્રિ દરમિયાન રાત્રે 9.30  વાગ્યે કચ્છ અને મુંબઈના વિખ્યાત કલાકારો દ્વારા નોન સ્ટોપ નવરાત્રિનો કાર્યક્રમ રજૂ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer