સરકારી અધિકારી કવોરન્ટાઇન છતાં ફાઇલો ઘેર મગાવતાં કર્મીઓમાં ભય

ભુજ, તા. 16 : કચ્છમાં ભુજ ખાતે ફરજ બજાવતા એક સરકારી ઉચ્ચ અધિકારીના ઘરના સભ્યને કોરોના થયો હોવા છતાં પોતે કવોરન્ટાઇ થવાને બદલે ફાઇલો લઇને ઘરે આવવાની કર્મચારીઓને સૂચના આપતાં કર્મીઓમાં ભય ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જે સંકુલમાં સરકારી ઓફિસો છે ત્યાં જ અધિકારનું નિવાસસ્થાન છે. ઘરના સભ્યને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની તેમણે વિભાગના કર્મચારીઓને જાણ તો કરી પણ કાલથી ફાઇલો ઘરે લઇ આવવાનું જણાવતાં ફાઇલો લઇને કેમ જવું તેવા સવાલ ઊઠયા હતા.કર્મચારીઓએ જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે કવોરન્ટાઇન થયેલી વ્યક્તિને મળી શકાતું નથી, તો ફાઇલ લઇને અધિકારી પાસે ઘરે કેમ જવું તેવો ભય ફેલાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer