ચકચારી રૂકશાના ખૂનકેસમાં પતિએ લોન ભરવા માંગેલા વચગાળાના જામીન રદ કરાયા

ભુજ, તા. 16 : આ શહેરમાં બનેલા અને જિલ્લાભરના લઘુમતી સમુદાયમાં ભારે ચકચારી બનેલા રૂકશાના માંજોઠી હત્યાકેસમાં મરનારના પતિ ઇસ્માઇલ હુશેન માંજોઠી દ્વારા લીધેલા ધિરાણને ભરવા માટે માંગેલા વચગાળાના જામીન જિલ્લા અદાલતે નામંજૂર કરતો આદેશ કર્યો હતો. જૂન-2018માં બનેલી હત્યાની આ ચકચારી ઘટનામાં મરનાર પરિણીત મહિલા રૂકશાનાબેનના પતિ ઇસ્માઇલ માંજોઠી દ્વારા કેસનું ચાર્જશીટ થઇ ગયા પછી લોન પરત ભરવાની હોવાનું કારણ આપી વચગાળાના જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ સમક્ષ આ વિશે સુનાવણી થયા બાદ ન્યાયાધીશે આ માગણી ઠુકરાવી દેતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી.ગોસ્વામી અને ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે મજીદ એલ. મણિયાર અને નિઝાર એમ. ભાભવાણી રહ્યા હતા.  મરનાર રૂકશાનાના ભાઇ સલીમ અનવર માંજોઠી દ્વારા સુનાવણી દરમ્યાન જામીન સામે લેખિત વાંધાઓ પેશ કરાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer