અંગિયા ટોલનાકા પાસે રિક્ષા સાથે કાર અથડાતાં બે ઘવાયા

ભુજ, તા. 16 : નખત્રાણા તાલુકામાં અંગિયા ગામ પાસેના ટોલનાકા નજીક રિક્ષા સાથે અલ્ટો કાર અથડાતાં ભુજના બે જણ ઘવાયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ ગઇકાલે સવારે સામેથી આવી રહેલી કાર રિક્ષા સાથે અથડાતાં આ ઘટના બની હતી. રિક્ષામાં સવાર ભુજના ગાંધીનગરીમાં રહેતા સમીર મામદ ચંગલ (ઉ.વ.14) અને મામદ ઉસ્માણ ચંગલ (ઉ.વ.40)ને ઇજાઓ થતાં તેમને નખત્રાણાથી વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer