મુંદરાના ધારાશાત્રીને નડેલા અકસ્માતના ચકચારી મામલે અંતે પોલીસે ગુનો નોંધ્યો

ભુજ, તા. 16 : મુંદરા તાલુકામાં સાડાઉ અને ગુંદાલા વચ્ચે ગત તા. 12મી સપ્ટેમ્બરના મુંદરાના ધારાશાત્રી રાજેશભાઇ રબારીને નડેલા અકસ્માતના કિસ્સા વિશે અંતે ગઇકાલે મુંદરા મરીન પોલીસે ખાનગી લકઝરી બસના ચાલક સામે વિધિવત ગુનો દાખલ કર્યો હતો.ધારાશાત્રી રાજેશભાઇ રબારીને આ કિસ્સામાં ગંભીર ઇજાઓ થઇ હતી. આ મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરી રહી હોવાની ફરિયાદ સાથે મુંદરા બાર એસો.એ પણ અવાજ ઉઠાવી રજુઆતો કરી હતી. દરમ્યાન ભોગ બનનારા રાજેશભાઇના કાકા રતડિયા ગણેશવાળાના કાનાભાઇ શકુભાઇ રબારીની ફરિયાદ લઇને પોલીસે ખાનગી લકઝરી બસના ચાલક લુણીના જિતેન્દ્ર શાંતિલાલ રાજગોર સામે ગુનો દાખલ કર્યો હતો.આ ઘટનામાં ધારાશાત્રી બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો. જેમાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer