મુંદરા બંદરે નિકાસી કન્ટેનર ખોલીને તપાસ કરવા મુદ્દે દિલ્હી રજૂઆત

મુંદરા, તા. 16 : સ્થાનિક કસ્ટમ તંત્ર દ્વારા નિકાસી કન્ટેનરનું સ્કેનિંગ બંધ?કરાવી તમામ કન્ટેનરો ખોલવાના નિર્ણયથી નિકાસકારો નારાજ થયા છે અને સમગ્ર કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાત નિકાસકાર વર્તુળમાં પડયા હોવાનું બહાર આવ્યું છે.મોરબી સિરામિક ઉદ્યોગ એસો.ના પ્રમુખ નીલેશભાઇ?જેતપરિયાએ જણાવ્યું કે, સમગ્ર મુદ્દે અમે શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવિયા અને ગૃહમંત્રી અમિતભાઇ?શાહને સોમવારે મળીને રજૂઆત કરશું. તેમણે જણાવ્યું કે, મોરબી ઉપરાંત વાંકાનેર અને થાનથી દરમહિને 15 હજાર કન્ટેનર ભરીને સિરામિક ઉદ્યોગની વસ્તુઓ નિકાસ થાય છે. હવે કસ્ટમ તંત્ર દરેક કન્ટેનર ખોલાવે તો માલનું ફરીથી ફિમિગેશન અને પેકિંગ કરવું પડે. જો વિદેશી પાર્ટી અણઘડ ખડકાયેલા માલને પરત મોકલે તો સ્થાનિકનો નિકાસકાર મોટી આર્થિક નુકસાનીમાં આવી જાય.તેમણે મુંદરા કસ્ટમના વહીવટ?સંદર્ભે ભારોભાર અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, એકતરફ દેશના પ્રધાનમંત્રી લોકલ માટે વોકલ બનવાની અપીલ કરે છે ત્યારે બીજીતરફ કરોડોનું વિદેશી હૂંડિયામણ રળી આપતા નિકાસકારોની હેરાનગતિ માઠા પરિણામો લાવશે. દરમ્યાન, અન્ય સૂત્રોએ એવી માહિતી આપી કે એક સમયે દાણચોરી જેવી પ્રવૃત્તિને અટકાવવા બંદર ઉપર સ્કેનર લગાડો તેવી માંગ પ્રબળ બની હતી. બાદમાં સ્કેનર વધારીને નિકાસી કામગીરી ઝડપી કરોની માંગ આવી. પરિણામે એક ફિક્સ અને એક મુવેબલ એમ સ્કેનર સરકારે બંદર ઉપર તૈનાત કર્યા. જ્યારે હવે સ્કેનરમાં ક્લીનચીટ થયેલા કન્ટેનરને ફરીથી ખોલાવીને ચેક કરવાની કસ્ટમ તંત્રની ગતિવિધિએ અનેક પ્રશ્નો સાથે મુખ્ય પ્રશ્ન એ છે કે કસ્ટમના નિર્ણય પાછળ કોઇ માસ્ટર માઇન્ડ તો નથી ને ? 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer