કચ્છથી બરેલી અને જોધપુરની વેકેશન વિશેષ ટેન શરૂ કરો

ગાંધીધામ, તા. 16 : આગામી તહેવારોને ધ્યાને રાખીને કચ્છથી જોધપુર અને બરેલી તરફની વિશેષ ટેન ચલાવવા અમદાવાદ ડી.આર.યુ.સી.સી.ના સભ્યે રેલમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.અમદાવાદની રેલ સમિતિના  સભ્ય જિતેન્દ્રભાઈ જૈને  રજૂઆત કરતાં જણાવ્યું હતું કે  કોરોના મહામારીનાં કારણે છેલ્લા આઠ મહિનાથી  રેલ સેવા બંધ પડી છે. અનલોકની પ્રક્રિયા તળે સ્થિતિને ધીમે ધીમે પહેલાં જેમ કરવા પ્રયાસ થઈ રહ્યો છે અને રેલ સેવા  શરૂ  કરાઈ  છે.હાલમાં નવરાત્રિ,  દિવાળી, નૂતન વર્ષ  જેવા  તહેવારોમાં પોતાના વતન જવા માટે  પ્રવાસીવર્ગ  રેલ સેવાનો પ્રથમ  ઊપયોગ  કરે છે. જેથી  ગાંધીધામથી જોધપુર અને ભુજથી  બરેલી (વાયા અમદાવાદ), ભુજ-બરેલી (વાયા પાલનપુર) વિશેષ વેકેશન ટ્રેન દોડાવવા શ્રી જૈને અપીલ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer