અબડાસા પેટા ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર નિમાયા

ભુજ, તા. 16 : ભારતના ચૂંટણી આયોગ દ્વારા અબડાસા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ કચ્છ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા તા. 03-11-2020ના હાથ ધરવામાં આવનાર છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી આયોગ દ્વારા અબડાસા વિધાનસભા મત વિભાગ માટેના જનરલ ઓબ્ઝર્વર જિલ્લામાં આવ્યા છે. જનતા-ઉમેદવારો ચૂંટણી સંબંધી ફરિયાદ માટે અબડાસા વિધાનસભા મતવિભાગ ઓબ્ઝર્વર ધર્મેન્દ્રસિંઘનો મોબાઈલ નં. 9727589903 ઉપર પ્રવાસ દરમ્યાન તથા રજાના દિવસો સિવાય સવારે 9થી 10:30 વાગ્યા સુધી ઉમેદભુવન ખાતે સંપર્ક કરી શકશે, એવું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer