ધોનીએ હારનો ટોપલો બોલરો પર ઢોળ્યો

શારજાહ, તા.23: રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધના હાઇ સ્કોરીંગ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની 16 રનની હાર મળી હતી. આ મેચમાં સીએસકેનો સુકાની ધોની છેક સાતમાં ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જેથી ચાહકો અને વિશેષજ્ઞોએ આશ્ચર્ય વ્યકત કર્યું હતું. આ મુદ્દા પર ધોનીએ જણાવ્યું કે મેં ખુદને પ્રમોટ કર્યોં ન હતો, કારણ કે હું ઘણા સમયથી બેટિંગથી દૂર હતો. આ ઉપરાંત અમે બીજાને પણ અજમાવવા માગતા હતા. એવું નથી જરૂર પડશે ત્યારે રણનીતિ અનુસાર હું ઉપરના ક્રમે બેટિંગ કરીશ. ટીમની હાર પર ધોનીએ કહ્યંy નો-બોલ ફેંકવાની ભૂલ અમને ભારે પડી. મેચમાં સીએસકેના બોલરોએ 3 નો-બોલ ફેંકયા હતા. જેમાં એન્ડીગીના બે નો-બોલ પર છક્કા લાગ્યા હતા. ધોનીએ તેની ટીમના સ્પિનરોના દેખાવથી પણ નાખુશી વ્યકત કરતા કહ્યંy તેમણે અલગ પ્રકારની બોલિંગ કરવાની કોશિશ ન કરી. તેઓ હરીફ બેટધરોને નિયંત્રણમાં રાખી શક્યા નહીં. આ મેદાન પર 200 રનનો પીછો શકય હતો. અંતમાં અમે 20 રન વધુ આપી દીધા. 37 દડામાં 7 છક્કાથી પ્લેસિસની 72 રનની ઇનિંગની ધોનીએ પ્રસંશા કરી હતી. જીત માટે તેણે રાજસ્થાનના બોલરો અને બેટધરોને શ્રેય આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer