સેમસનની આતશી ઇનિંગ પર વારી જતાં સચિન સહિતના દિગ્ગજો

નવી દિલ્હી, તા.23: રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર-બેટસમેન સંજૂ સેમસને ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં તેની વાપસીના દ્વાર ખખડાવ્યાં છે. ચેન્નાઇ સુપર કિંગ્સ વિરૂધ્ધના મેચમાં તેણે 32 દડામાં 9 છક્કાથી 74 રનની આતશી ઇનિંગ રમી હતી. સેમસનની આ ઇનિંગની સચિન તેંડુલકરે પણ પ્રશંસા કરી છે. આથી રાજસ્થાને 216 રન ખડકયાં હતા. જવાબમાં ચેન્નાઇની ટીમ 200 રને અટકી હતી. આથી તેનો 16 રને પરાજય થયો હતો. સંજૂ સેમસનની પ્રશંસા કરતા તેંડુલકરે કહ્યંy કે તેણે જે પણ શોર્ટ રમ્યા તે તમામ ક્લિયર હતા. તમામ શોર્ટ લાજવાબ હતા. કોઇ સ્લોગ (તુક્કો) ન હતા. જ્યારે લૂંગી એન્ડીગીએ સ્માર્ટ બોલિંગ કરી. તો ગૌતમ ગંભીરે લખ્યું કે સંજૂ સેમસન ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર-બેટસમેન જ નહીં, ભારતનો શ્રેષ્ફ યુવા બેટધર પણ છે. ગંભીરે એવો પણ સવાલ ઉઠાવ્યો કે સંજૂની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેમ જગ્યા મળતી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer