અંજાર-મુન્દ્રા માર્ગ ઉપરથી માટી ભરેલાં ત્રણ ડમ્પર પકડી પડાયાં

અંજાર-મુન્દ્રા માર્ગ ઉપરથી માટી ભરેલાં ત્રણ ડમ્પર પકડી પડાયાં
ગાંધીધામ,તા.23: અંજાર મામલતદાર અને પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી મુદે અંજાર -મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર થી 65 લાખના મુદામાલ સાથે ત્રણ ડમ્પરો પકડી પાડયા હતા. પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ ધ્વારા ચાલુ માસે પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, સામખીયાળી,અંજાર વગેરે જગ્યાએથી 10 જેટલા ડમ્પરો પકડીને દંડાત્મક કાર્યવાહી કરી હતી.આજે અંજાર મામલતદાર એ.બી. મંડોરી તથા ખાણ ખનીજ વિભાગના એ.બી.ઓઝાના માર્ગદર્શન તળે હાથ ધરાયેલા સંયુકત ઓપરેશનમાં અંજાર-મુન્દ્રા નેશનલ હાઈવે પર આવેલી આઈ માતા હોટલ પાસેથી ખનીજ ચોરી મુદે સાદી માટી ભરેલા ત્રણ આઈવા ડમ્પરો પકડીને અંજાર પોલીસ મથકે સોંપાયા હતા. કાર્યવાહીમાં 65 લાખ સહિતો મુદામાલ કબ્જે લેવાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. અંજાર મામલતદારે કહયુ હતુ કે વર્તમાન સમયમાં ભુમાફીયાઓ ધ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીમાં રોયલ્ટી ઈન્સ્પેકટર જયેશ પોમલ, ક્રિપાલસિંહ ચૌહાણ,પી.એમ. નકુમ,સંજય લાખોના વગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer