કચ્છના ડીડીઓની બદલી પણ તેમની જગ્યાએ કોઈ નિમાયા નથી

ભુજ, તા. 23 : કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગાંધીનગર સ્થિત ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર પદે બદલી કરાઈ છે. રાજ્યના વહીવટી વિભાગના તા. 23ના નોટિફિકેશનમાં ડીડીઓની ખાલી પડતી જગ્યા પર કોઈની નિમણૂક કે કોઈને હવાલો સોંપાયાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ બાબતે ડીડીઓ શ્રી જોશીનો મોબાઈલ સંપર્ક થઈ શક્યો નહોતો. છેલ્લા ઘણા સમયથી બદલી થવાની વાતો સંભળાતી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer