કચ્છમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા

ભુજ, તા. 23 : કચ્છમાં કોરોનાનો કહેર ઉતાર-ચડાવના દોર વચ્ચે યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં 27 નવા કેસ નોંધાતાં કુલ કેસનો આંક 1900ને પાર થયો છે. હાલ જે રીતે  કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે તે જોતાં સપ્ટેમ્બરના અંત સુધી આ મહામારીના કેસનો આંક 2000ના આંકને પાર થઈ જાય તેવી શક્યતાને નકારાતી નથી. જિલ્લાનો કોરોનાનો આંકડાકીય ચિતાર જોઈએ તો હાલ જિલ્લામાં એક્ટિવ કેસ 367 છે, તો 1405 દર્દીઓ સાજા થઈ ગયા. આજે 45 દર્દીઓને રજા અપાઈ છે. બિનસત્તાવાર રીતે 100 મોત થયાના દાવા વચ્ચે તંત્રના ચોપડે સત્તાવાર રીતે 60 લોકોનાં મોત થયાં છે. આ તરફ તંત્ર દ્વારા લોકોને કોરોનાનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવાનો અનુરોધ કરવા સાથે તાવ-શરદી જેવા લક્ષણ જણાય તો 104ની હેલ્પલાઈન સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. અનેક દર્દીઓ ઘરે રહીને પણ કોરોનાને મ્હાત આપી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer