સંક્રમણને પગલે માનકૂવા પોસ્ટ ઓફિસ બે દિવસ બંધ

માનકૂવા, તા. 23 : અહીંની પોસ્ટ ઓફિસના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાવચેતીના ભાગરૂપે આ કચેરી બે દિવસ (48 કલાક) સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પોસ્ટ ઓફિસના મુખ્ય કર્મચારી સંક્રમિત બન્યા છે, તો અન્ય બે કર્મચારીનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનું પરિણામ હવે જાણવા મળશે. પોસ્ટ ઓફિસે આવતા કોઈ વ્યકિત થકી સંક્રમણ થયું હોવાની શકયતા છે. તો હાલમાં પોસ્ટ ઓફિસે ગયેલા ગ્રાહકો પણ સાવચેતીના ભાગરૂપે પોતાની સંભાળ રાખે તે જરૂરી છે. દરમ્યાન, સત્તાવાર યાદી મુજબ માનકૂવા પોસ્ટ ઓફિસ બે દિવસ બંધ રહેશે, બાદમાં સમગ્ર કચેરીને સેનિટાઈઝ કરીને રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer