ડીપીટીમાં કોરોના સંક્રમણ વધતાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ

ગાંધીધામ,તા.23: દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓ કોરોના થી સંક્રમિત થઈ રહયા છે. ત્યારે  ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયને ઓફિસ સ્ટાફ અને આઉટડોર સ્ટાફ માટે યોગ્ય વ્યવસ્થા કરવા પ્રશાસન સમક્ષ રજુઆત કરી હતી. આ સંકુલમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચ્ઁા  ડીપીટીના કર્મચારીઓમાં પણ સંક્રમણ કુદકે અને ભુસકે વધી રહયુ છે. કામદાર સંગઠનના  પ્રમુખ એલ.સત્યનારાયણે ચેરમેન વતી નંદિશ શુકલાની મુલાકાત લઈ ઓફિસ અને આઉટડોર સ્ટાફ માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યુ હતું. જયાર થી કોવિડ-19 ની શરૂઆત થઈ છે. તે સમય ઓફિસ સ્ટાફ માટે વારંવાર રજુઆત કરી છે.પણ છતાં પરિસ્થિતી વિકટ થઈ રહી છે. આઉટ ડોર સ્ટાફ માટે પ્રશાસનની શું તૈયારી છે તેની ચર્ચા આ વેળા કરાઈ હતી.આવનારા સમયમાં કર્મચારીગણ માટે નિયમ  પ્રમાણે યોગ્ય રોસ્ટર પ્રથા અપનાવી કર્મચારીઓ અને તેમના પરિવારજનોની યોગ્ય સંભાળ રાખવા કામદાર સંગઠને માંગ કરી હતી. આ બેઠકમાં કોરોના પરીક્ષણ  સેનીટાઈઝેશનની સમયસરની કામગીરી વગેરે માંગણી મુકી જણાવ્યુ હતુ કે   આ પ્રકારના કામની તમામ જવાબદારી પ્રશાસનની છે. તેમાંથી પ્રશાસન અને અધિકારીઓ છુટી શકે નહીં તેવુ જણાવાયુ હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer