ડીપીટીના ગેટને 2.65 લાખનું નુકસાન કર્યું !

ગાંધીધામ, તા. 23 : કંડલાના દીનદયાળ પોર્ટના વેસ્ટ ગેઈટ નંબર 1નાં ઉપરના ભાગે ડ્રમ્પરની  ટ્રોલી અથડાતા ડમ્પર ચાલક વિરુધ્ધ રૂ. 2,65,500  ની નુકસાની અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કંડલા દીનદયાળ પોર્ટ વેસ્ટ  ગેટ નંબર 1ની લેન નંબર 2 ઉપર આ બનાવ ગત તા.17/9 ના બન્યો હતો. ડમ્પર નંબર   જી. જે. 12. બી. ડબલ્યુ. 6450ના ચાલક સુરેશ ગગુ મરંડ ડમ્પરની હાઈડ્રો ઊંંચી કરી પોતાનું વાહન આ ગેઈટમાંથી પસાર કરતા હતા ત્યારે  હાઈડ્રો ગેઈટના છાપરામાં અથડાયું હતું. જેના કારણે આ ગેઈટમાં રૂા. 2,65,500નું નુકસાન થયું હતું. ચામુંડા ટ્રાન્સપોર્ટના આ ડમ્પર ચાલક વિરુધ્ધ ડીપીટીના સહાયક ટ્રાફિક મેનેજર તુષારકુમાર ગણેશ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer