બળદિયા હોસ્પિટલ વહીવટના મામલે ટિપ્પણી બાબતે વૃદ્ધને માર મરાયો

ભુજ, તા. 23 : તાલુકાના બળદિયા ગામે કાર્યરત કરશન ગોપાલ જેશાણી હોસ્પિટલના વહીવટની સુધારણા સંબંધે સોશિયલ મીડિયામાં ટિપ્પણી વહેતી કરનારા 64 વર્ષની વયના કલ્યાણ લાલજી જેશાણીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી અપાયાની પોલીસ ફરિયાદ લખાવાઇ છે. ભોગ બનનારા શ્રી જેશાણીએ આ બાબતે અગાઉ પોલીસને આપેલી અરજી અન્વયે આ ગુનો બળદિયાના ગોપાલ પ્રેમજી ગોરસીયા સામે દાખલ કરાવી હતી. માનકૂવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer