અંજારમાં લૂંટ -મારીમારીનો ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

અંજારમાં લૂંટ -મારીમારીનો ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
ગાંધીધામ, તા.21: અંજારમાં લૂંટ અને મારામારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા  ફરતા  આરોપીને એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો  સ્કવોડની ટુકડીએ પકડી પાડયો હતો. અંજારમાં રોટરી નગરમાં રહેનાર પ્રેમજી ઉર્ફે ટાઈગર હીરજી ભીલ નામના શખ્સે વર્ષ 2018માં  લૂંટ  અને મારામારીના  બનાવને અંજામ આપ્યો હતો.  આ બનાવને અંજામ આપીને નાસી છૂટયો હતો  છેલ્લા ત્રણેક વર્ષથી તે પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. દરમ્યાન  એસ.ઓ.જી.  અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સંયુકત રીતે આ  શખ્સને શાંતિધામ-4 ગળપાદરમાંથી પકડી પાડયો હતો. અને અંજાર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer