RCB ની જર્સી કોવિડ હિરોઝને સમર્પિત

દુબઇ, તા.21: વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના મેચ પૂર્વે તેની જર્સી રજૂ કરી હતી. જર્સી કોવિડ-19ના હિરોઝને સમર્પિત કરવામાં આવી છે. આરસીબીની જર્સી પર માય કોવિડ હિરોઝ લખ્યું છે. એટલું જ નહીં, કેપ્ટન કોહલી સહિતના આરસીબીના ખેલાડીઓએ કોરોના વોરિયર્સને અલગ અંદાજમાં સન્માન દેવાનો નિર્ણય લીધો છે. વિરાટ સહિતના ખેલાડીઓએ ટ્વિટર પર તેમના નામ બદલીને કોરોના વોરિયર્સના નામ પર રાખ્યા છે. વિરાટ કોહલીએ તેનું નામ સિમરનજીત સિંહ રાખ્યું છે. જે કોરોના વોરિયર્સ છે. એબી ડિ'વિલિયર્સે પારિતોષ પંત નામ રાખ્યું છે. તો સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ ડો. નાયકના નામે ઓળખાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer