ઇટાલિયન ઓપનમાં હાલેપ ચેમ્પિયન: જોકોવિચ ફાઇનલમાં

રોમ, તા.21: રોમાનિયાની ટોપ સિડ સિમોના હાલેપ કલે કોર્ટ પર રમાતી ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પહેલીવાર ચેમ્પિયન થઇ છે. આજે રમાયેલા ફાઇનલમાં તે ચેક ગણરાજ્યની ખેલાડી કેરોલિના પ્લિસકોવા સામે 6-0 અને 2-1થી આગળ હતી, ત્યારે પ્લિસકોવાએ ઇજાને લીધે વોકઓવર લઇ લીધો હતો. આથી સિમોના હાલેપ ચેમ્પિયન બની હતી. આ પહેલા તેણી 2017 અને 2018માં ઇટાલિયન ઓપનના ફાઇનલમાં પહોંચી હતી, પણ ખિતાબ જીતી શકી ન હતી. હાલેપે સેમિ ફાઇનલમાં મુગુરુઝાને અને પ્લિસકોવાએ માર્કેટાને હાર આપી હતી. પુરુષ વિભાગના ફાઇનલમાં નંબર વન નોવાક જોકોવિચની ટક્કર આર્જેન્ટિનાના ખેલાડી ડિએગો શ્વાર્ટજમેન સામે થશે. સેમિ ફાઇનલમાં જોકોવિચે નોર્વેના ખેલાડી કેસ્પર રુડને 7-પ અને 6-3થી હાર આપી હતી. જ્યારે ડિએગોએ કેનેડાના ડેનિસ શાપોવાલોવને 6-4, પ-7 અને 7-6થી હાર આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer